BIS #5872 SCHOOL ANNUAL DAY CELEBRATED AT DAKOR DON BOSCO
as forwarded by Father Justus Mendis for BISMumbai with રિપોર્ટર ઇમરાન વોહરા ખેડા -ડાકોર
Don Bosco English Medium School at Dakor, celebrated its Annual Day on 02 February at dusk. Organized on the theme "Subject for Life Long Learning," a musical enactment of Jungle Book in which children made a successful attempt to create awareness about the environment through costumes and performances of various animals like Mowgli, Bhagira, Ka-Snake, Baloo, etc., was staged.
ડાકોર ડોન બોસ્કો સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો.
યાત્રા ધામ ડાકોર ખાતે આવેલી ડોન બોસ્કો ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. " સબ્જેક્ટ ફોર લાઈફ લોન્ગ લર્નિંગ " ના થીમ પર યોજાયેલ આ કાર્યક્રમમાં જંગલ નાટીકા ભજવવામાં આવી હતી જેમાં બાળકોએ મોગલી,ભગીરા, કા-સ્નેક, બલુ જેવા વિવિધ પ્રાણીઓની પ્રતિતિ કરાવતી વેશભૂષા અને અભિનય થકી પર્યાવરણને લગતી જાગૃતતા અણવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ઉપસ્થિત વાલીઓ તથા આમંત્રીતોની વાહવાહી લૂંટતા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ફાધર આઇઝેક તથા અન્ય આમંત્રિતોમાં છાયાબેન, ગોપીકાબેન તથા સુનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના આચાર્ય ફાધર જુસ્તુસ મેન્ડિસે તેજસ્વી તારલાઓને શિષ્યવૃત્તિ એનાયત કરીને ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.
રિપોર્ટર ઇમરાન વોહરા
ખેડા -ડાકોર